શ્રી રાજાભાઈ વામાભાઈ મારૂ ફાઉન્ડેશનની સ્થાપના સને ૨૦૦૯માં ‘શિક્ષણનગરી વલ્લભ વિદ્યાનગર’ ખાતે કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજનાં સામાજિક, શૈક્ષણિક, વ્યવસાયિક સાથે સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના વિકાસમાં તન, મન અને ધનથી સક્રિય રીતે સહાયક બની સમાજનાં સર્વાંગી વિકાસમાં સહભાગી બનવાનાં અદ્વિતીય શુભ અને મંગલ આશયથી થયો છે..
મારુ બ્લડ નામ હેઠળ ડીજીટલ બ્લડ ડિરેક્ટરી બનાવવામાં આવી જેનો લાભ ચરોતર વિસ્તાર ઉપરાંત સમગ્ર ગુજરાતના જરૂરિયાતમંદ લોકો લઇ રહ્યા છે.
આણંદની નિરાધાર, બિમાર અને અશક્ત ગાયોની સારવાર અને નિભાવ માટે છેલ્લા પાંચ વર્ષથી “ગૌ તેજ ગૌશાળા” મોરડ મુકામે સક્રિય રીતે કાર્યરત છે.
તેર વર્ષોથી પક્ષીઓ માટે વિના મૂલ્યે “પાણીના કૂંડાઓ” નું નિ:શુલ્ક વિતરણ થઈ રહ્યું છે, જેનો લાભ હજારો પક્ષી-પ્રેમીઓ લઈ રહ્યા છે.
વીતેલા બાર વર્ષોથી રાહત ભાવે તેમજ જરુરીયાતમંદ વિધાર્થીઓને નિઃશુલ્ક “નોટબુક્સનું વિતરણ” કરવામાં આવી રહ્યું છે.
સમાજનાં યુવાનોને “કારકિર્દી માર્ગદર્શન” મળી રહે એ માટે વિનામૂ્લ્યે સેમીનાર- વર્કશોપનું સમાયંતરે આયોજન કરવામાં આવે છે.
ચાલો જરૂરિયાતમંદોને મદદરૂપ થઈએ
© Copyright 2023 by SRVM Foundation
Developed by : TechnoGuide Infosoft Pvt Ltd
© Copyright 2023 by SRVM Foundation