શ્રી રાજાભાઈ વામાભાઈ મારૂ ફાઉન્ડેશન, વલ્લભ વિધાનગર

મારુ બ્લડ ડીજીટલ બ્લડ ડિરેક્ટરી

સમગ્ર વિશ્વમાં રક્તદાનની વિનંતીઓમાં સતત વધારો થઈ રહ્યો છે .લગભગ દરેક દેશમાં રક્તદાતા શોધવા એ એક પડકારજનક મુદ્દો બની રહ્યો છે.૭ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ શ્રી રાજાભાઈ વામાભાઇ મારૂ ફાઉન્ડેશન, વલ્લભ વિદ્યાનગર ધ્વારા “મારૂ બ્લડ” મોબાઈલ એપનું આણંદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ધવલભાઈ પટેલના વરદ હસ્તે અલગ – અલગ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જનતા જનાર્દન માટે લોકાર્પણ કરવામાં આવ્યું.

વિનંતીકર્તા, દાતા અને વ્યવસ્થાપક સહિત વિવિધ પ્રકારના વપરાશકર્તાઓ માટે મારુ બ્લડ મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. તેમાં એપ્લિકેશનની વિવિધ સુવિધાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમની ઉપયોગની જરૂરિયાતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જો દર્દીને ક્લિનિકમાં લોહીની જરૂર હોય, તો આ એપ્લિકેશનમાં આપવામાં આવેલ ડેટાબેઝનો ઉપયોગ કરીને આસપાસના રક્તદાતાઓનો સંપર્ક કરી શકાય છે. નોંધાયેલા દાતાઓને રક્ત વિનંતીઓ માટે સૂચના ત્યારે જ મળશે જો તેમનું રક્ત જૂથ વિનંતી કરાયેલા રક્ત પ્રકાર સાથે સુસંગત હોય અને તે જ શહેર/પ્રદેશમાં હોય. ત્યાર બાદ રક્તદાતાઓ વિનંતી કરનાર ક્લિનિકમાં જઈને રક્તદાન કરી શકે છે.

જરૂરિયાતના સમયે વધુ સરળ રીતે જરૂરિયાતમંદ લોકોને લોહીની મદદ મળી રહે તે હેતુથી “મારુ બ્લડ મોબાઇલ એપ્લિકેશન” ડાઉનલોડ કરી અને તેમાં તેઓનું બ્લડ ગ્રુપ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.
હાલમાં આ એપ્લિકેશન દ્વારા ૧૭૦૦૦ + બ્લડ ડોનર્સનું રેજીસ્ટ્રેશન થયેલું છે અને અત્યાર સુધીમાં કેટલાય જરૂરિયાતમંદો માટે આ એપ્લિકેશન નવી જિંદગી બનીને ઉભરી આવી છે