પરીચય – સંદર્ભ

શ્રી રાજાભાઈ વામાભાઈ મારૂ ફાઉન્ડેશનની સ્થાપના સને ૨૦૦૯માં ‘શિક્ષણનગરી વલ્લભ વિદ્યાનગર’ ખાતે કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજનાં સામાજિક, શૈક્ષણિક, વ્યવસાયિક સાથે સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના વિકાસમાં તન, મન અને ધનથી સક્રિય રીતે સહાયક બની સમાજનાં સર્વાંગી વિકાસમાં સહભાગી બનવાનાં અદ્વિતીય શુભ અને મંગલ આશયથી થયો છે.

ઘણાં વર્ષોથી ચરોત્તરમાં સ્થાયી થયેલા આ પરીવાર છેલ્લી બે પેઢીઓથી સામાજિક સેવા સાથે સંકળાયેલો છે. શ્રી અમિતભાઈ રાજાભાઈ ભરવાડ તથા શ્રી ધર્મેશભાઈ રાજાભાઈ ભરવાડ તથા પરીવારે નક્કી કર્યું કે ભગવાન કૃષ્ણ (કાળિયા ઠાકર) અને સમાજના આશીર્વાદથી મેળવેલ સુલક્ષ્મીનો પવિત્ર ઉપયોગ થાય તે હેતુસર તેમના પિતાશ્રી રાજાભાઈ વામાભાઈ ભરવાડના નામથી આ સંસ્થાનું નામકરણ કરી ધર્મકાર્ય અને સમાજ ઉત્થાન માટે કાર્ય કરે તેવી નેમથી આ સંસ્થા પ્રસ્થાપિત કરી સમાજને મુખ્યધારામાં લાવવાનો સંકલ્પ કર્યો.

ABOUT US - 4

આવા પવિત્ર આશય સાથે અસ્તિત્વમાં આવેલ આ ફાઉન્ડેશન હાલ મુખ્યત્વે નીચે મુજબની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.