શ્રી રાજાભાઈ વામાભાઈ મારૂ ફાઉન્ડેશન, વલ્લભ વિધાનગર

સંચાલિત ગૌ-તેજ ગૌશાળા

ગૌ-તેજ ગૌશાળા, મોરડ : આપણો દેશ ભારત એ સનાતન સંસ્કૃતિને વરેલો અને આદિ-અનાદિ કાળથી ચાલતી આવતી પરંપરાઓ, રીતિ રિવાજો, સોળ સંસ્કારો, વેદ પુરાણો, ઉપનિષદો, ઋષિ પરંપરા અને ઈશ્વરનાં તમામ સ્વરૂપે માનવ અવતરણની પવિત્ર ભૂમિનો દેશ છે, આપણાં દેશમાં સંસ્કૃતિની શરૂઆતથી જ ગૌવંશને કેન્દ્ર સ્થાને રાખી જીવન પરંપરા જાળવી રાખી માનવ પોતાનું જીવન વ્યતીત કરતા આવ્યો છે અને એજ સત્ય માર્ગ છે.
કોઇપણ પવિત્ર કાર્ય શરૂ થાય તેની પાછળનો આશય પણ પવિત્ર જ હોય છે. વલ્લભ વિધાનગરમાં રાજાભાઈ વામાભાઈ મારૂ ફાઉંડેશન ઘણાં વર્ષોથી સમાજ સેવા કાજે પ્રવૃત છે. આ ફાઉંડેશનની ગૌ-પ્રેમી ટીમ ઘણાં વર્ષોથી ગૌવંશની સેવા માટે સક્રિય અને પ્રવૃત હતી જ, પરંતુ અન્ય એક ગૌશાળાની મુલાકાત દરમ્યાન એવું લાગ્યું કે આણંદ વિસ્તારમાં પણ એક બિમાર, અશ, લાચાર ગૌવંશ માટે એક સંપૂર્ણ સુવિધાયુકત ગૌશાળાની જરુરીયાત છે જ, આ ગૌપ્રેમી સંગઠનો જેવા કે ગૌ-રક્ષા સમિતિ આણંદ અને ગૌ-રક્ષા દળ સાથે ચર્ચા કરતાં અને શ્રી રાજાભાઇ વામાભાઈ મારૂ પરિવારને રજૂઆત કરતાં આ પરિવારે ગૌ-તેજ ગૌ શાળા શરૂ કરવાનો વિચાર બિજ ઉદ્દભવ્યો હતો. આ પરીવારે પોતાની મોરડ ગામની એક મોટી જમીન ગૌ-શાળાને નિઃશુલ્ક વાપરવા માટે આપી ઉપરાંત પ્રથમ જરુરીયાત પેઠે પાણીનો બોર કરાવી આપ્યો અને ત્યાર બાદ સંપૂર્ણ બાંધકામ અને જરૂરી અન્ય તમામ સુવિધાઓ ગૌશાળાને ઊલી કરી આપી જેમાં માત્ર સેવા કરવાની જવાબદારી ગૌ-રક્ષા સમિતિ, આણંદ અને ગૌ-રક્ષા દળને આપી અને શ્રી રાજાભાઇ ભરવાડ અને એમનાં પરીવારની ઉદારતાને કારણે આગૌ-શાળા શરુ કરવાનું પ્રથમ સોપાન શક્ય બન્યું.

ઉદ્દેશ્ય

ગૌ-તેજ ગૌ શાળા શરૂ કરવાનો મુખ્ય આશય માત્રને માત્ર બિમાર, અશક્ત, અકસ્માતગ્રસ્ત, બિનવારસી અને ત્યજી દેવાયેલ ગૌવંશને આ ગૌ-શાળા પર સન્માનપૂર્વક લાવી એમની સારવાર, સેવા અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી સન્માનપૂર્વક નિભાવ કરવાનો એક પવિત્ર આશય છે. આણંદ અને આસપાસનાં વિસ્તારોમાં આવું કોઇ ગૌવંશ નજરે ચડે ત્યારે આ ગૌ શાળા દ્વારા શરૂ કરાયેલ એક હેલ્પલાઇન નંબર પર ફોન આવે અથવા અમારી ગૌરક્ષા ટીમનો કોઇપણ સદસ્યને ધ્યાનમાં આવે તો તરત જ ગૌસેવા થની મદદથી આવા ગૌવંશને સન્માનપૂર્વક લાવવા સંસ્થા કટિબદ્ધ થઈ જાય છે.

ગૌ-તેજ ગૌશાળાની સુવિધાઓ

હાલમાં ગૌ-શાળા પાસે 100 ગુંઠા જેટલી વિશાળ જમીન સલામતીપૂર્વકની કંપાઉન્ડ વોલ અને દરવાજા સહિત આ પવિત્ર કાર્ય માટે વાપરવા હેતુ મળેલ છે.આ ગૌ-શાળામાં ત્રણ વિભાગમાં ગૌ-માતાને રહેવા માટે સુવિધાયુકત શેડ, પાણીનો અવાડો, ખોરાક માટે શેડમાં જ વ્યવસ્થા, લાઈટ પંખા, સંગીત, સારવાર માટેની અલાયદી જગ્યા, ચારા માટે ગોડાઉન, ફાર્મસી સ્ટોર, પગારદાર વ્યવસ્થાપકનાં નયુક્ત કુટુંબ માટે ક્વાર્ટર, લીલો ઘાસચારો ઉગાડીને ખવડાવવા માટે અલગ રાખેલી જગ્યા વિગેરે સુવિધાઓ ધીમી ધીમે ઉભી કરી શક્યા છીએ.

ગૌ-તેજ ગૌશાળા,
ગોવર્ધન ફાર્મ, વલાસણ નહેરથી મોરડ રોડ, મોરડ. તાલુકો – પેટલાદ, જીલ્લો – આણંદ