સમગ્ર વિશ્વમાં જે સમાજે શિક્ષણમાં પ્રગતિ કરી છે, એ સમાજ જ સાર્વત્રિક રીતે પ્રગતિ કરી શક્યો છે. આપણાં ગોપાલક સમાજમાં શિક્ષણનું પ્રમાણ પ્રારંભથી જ ઘણું ઓછું રહ્યું છે, પરીણામે આપણા સમાજનો જે રીતે સર્વાંગી વિકાસ થવો જોઈએ એ નથી થઇ શક્યો. અલબત્ત, છેલ્લા કેટલાંક સમયથી આપણા સમાજમાં શિક્ષણ અંગે ખૂબ સકારાત્મત જાગૃતિ આવવા લાગી છે, શિક્ષણ માટે નૂતન સંચાર થયો છે પરંતુ મહત્તમ વિદ્યાર્થીઓ ગ્રામ્ય કે અલ્પ વિકસિત વિસ્તારમાંથી હોવાથી તેઓને શૈક્ષણિક પ્રગતિ સાધવા જયાં ઉચ્ચ શિક્ષણ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેવા વિસ્તારોમાં છાત્રાલયોની માંગ ઉભી થઇ રહી છે. ત્યારે આ સંજોગોમાં શ્રી અમિતભાઈ મારૂ અને શ્રી ધર્મેશભાઈ મારૂ દ્વારા ‘નૂતનાન સમાજે જ્ઞાનદિપો પ્રજ્જવલિતો’ના સંકલ્પ સાથે તેઓના પિતાશ્રી રાજાભાઈ તથા માતૃશ્રી સ્વ. ગંગાબેનના નામથી કરમસદ ખાતે સ્વખર્ચે એક અધતન સુવિધા સંપન્ન શ્રી રાજગંગા ગોપાલક છાત્રાલય સ્થાપવામાં આવ્યું છે. દૂર-સૂદુરના વિસ્તારોમાં વસતા હોવા છતાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ઉત્તમ લાભ મળી શકે તે માટે આ અધતન સુવિધાઓ ધરાવતું છાત્રાલય જૂન-૨૦૨૩થી કાર્યરત થશે.
શ્રી રાજગંગા ગોપાલક છાત્રાલય, કરમસદ વલ્લભ વિદ્યાનગર – આણંદ ખાતે વર્તમાન સમયમાં કોલેજમાં અભ્યાસ કરી રહેલ ભરવાડ સમાજનાં યુવાનો માટે સંપૂર્ણ સુવિધા સંપન્ન છાત્રાલયનો શુભારંભ આગામી શૈક્ષણિક સત્ર જૂન-૨૦૨૩થી થઇ રહ્યો છે.
આ વર્ષે માત્ર ફક્ત ૫૦ વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા (વાર્ષિક ૧૫,૦૦૦ની ફી) છે માટે સમાજનાં સર્વે વિદ્યાર્થીઓને ‘વહેલા તે પહેલા’ ના ધોરણે પ્રવેશ મેળવી લેવો.
© Copyright 2023 by SRVM Foundation
Developed by : TechnoGuide Infosoft Pvt Ltd
© Copyright 2023 by SRVM Foundation